SAMAST BHATIA MAHAJAN

Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Tuesday, November 7, 2017

Saturday, November 4, 2017

મસ્‍કતના આંગણે શ્રી શરદભાઈ વ્‍યાસ ભાઈજી દ્વારા કથાનું રસપાન

મસ્‍કતના આંગણે શ્રી શરદભાઈ વ્‍યાસ ભાઈજી દ્વારા કથાનું રસપાન
સૌપ્રથમ વખત મસ્‍કતના આંગણે ‘‘સમૂહ ભાગવત કથા'' : ૧ નવેં. થી ૭ નવેં. ૨૦૧૭ દરમિયાન યોજાનારી કથાના વ્‍યાસાસને શ્રી શરદભાઈ વ્‍યાસ ભાઈજી (ધમરપુરવાળા) વિરાજી કથાનું રસપાન કરાવશે : કથાનું લાઈવ પ્રસારણ આસ્‍થા ચેનલ ઉપર


         મસ્‍કત : સહર્ષ સાથે પરમ કૃપાળુ પરમાત્‍માની અસીમ કૃપા તથા દયા આશિર્વાદથી મસ્‍કત ખાતે સૌ પ્રથમ વખત શ્રી દેવસીભાઈ પરબતરાય હીરાણી- અલ રવાહી વાળા પરિવારના મુખ્‍ય યજમાન પદેતથા તેમના અને મસ્‍કત ખાતે વસતા સર્વે સત્‍સંગીઓ અને હિન્‍દુ મહાજનના સહયોગથી સમહ ૧૦૮ પોથી ભાગવત સપ્તાહ નું આયોજન સર્વેના દેશકાળ સારા રહે અને વિશ્વશાંતિ અર્થેનું આયોજન ઠાકોરજીની દયાની દારસેટ મંદિરમાં થયેલ છે.
         સર્વશ્રી શરદભાઈ વ્‍યાસ ભાઈજી-ધરમપુર વાળા તા. ૧.૧૧.૨૦૧૭ થી તા. ૦૭.૧૧.૨૦૧૭ અમૃત રસપાન કરાવશે અને જેનું જીવંત પ્રસારણ આસ્‍થા ચેનલ ઉપર પણ આવશે એવા ખુબ જ પ્રખર વકતા સર્વશ્રી શરદભાઈ વ્‍યાસ ભાઈજી- ધરમપુર વાળાની અમૃતવાણી નો લાભ લેવા માટે સર્વ ને ભાવભયું નિમંત્રણ છે. જેમણે દેશ વિદેશમાં ૭૦૦ થી પણ વધુ કથાઓ નુ રસપાન કરાવ્‍યું છે. એમ શ્રી ચંદ્રકાન્‍ત વલ્લભદાસ ચોથાણી એ એક યાદીમાં જણાવેલ છે.
         મુખ્‍ય મહેમાન તરીકે સર્વ શ્રી હરિદાસજી ગુરૂ વાલદાસજી મહારાજ હરિદ્વારવાળા કચ્‍છીઆશ્રમ વાળા ખાસ હાજરી આપશેય તેમના શુભ આથિષથી દિપ પ્રાગટય એમના કર કમલો દ્વારા થાશે.
         ૧૦૮ પરિવારોને એમનો લ્‍હાવો, લાભ મળશે, એમ શ્રીમતિ કાજલ રામૈયા તથા રાકેશ જોબનપૂત્રા, એ જણાવેલ છે.
         કમિટિ મેમ્‍બર્સ તથા વૌલન્‍ટીયર્સ ભાઈ બહેનો ખુબ જ ઉત્‍સાહ પૂર્વક સાવેકાર્ય કરી રહ્યા છે. અને સર્વેનો ખૂબ જ સાથ સહકાર મળી રહેલ છે. એમ શ્રી ચોથાણી એ વિશેષમાં જણાવ્‍યું હતું. તેવું શ્રી મહેન્‍દ્ર આણદાણી લતીપુરની યાદી દ્વારા જાણવા મળે છે.


અંધકારમાં માણસ ભટકે છે : પૂ.શરદ વ્યાસ

મસ્‍કત ખાતે વસતા સર્વે સત્‍સંગીઓ અને હિન્‍દુ મહાજનના સહયોગથી સમહ ૧૦૮ પોથી ભાગવત સપ્તાહ નું આયોજન દ્વારા યોજિત, મસ્‍કતના આંગણે  ખાતે ગત તા.1મીથી ભાગવત કથાનો આરંભ થયો છે.કથામાં શરદ વ્યાસના કંઠે રસપાન કરાવામાં આવી રહ્યું છે.

કથામાં પ્રવચન આપતાં શરદ વ્યાસે જણાવ્યું હતું કે ભાગવત કથા સાર છે. અંધકાર અને અજ્ઞાન બંને સમાન છે અને માનવીમાં રહેલ છે. તેનો એક શબ્દ જો આપઘાત કરાવી શકે તો ઉત્થાન કેમ કરી શકેω જ્ઞાનમાં કરોડો સૂર્ય સમાયેલા છે. જ્ઞાન મળશે તો ભય ટળશે. ભગવાન જાણી લેવા અેનું નામ જ્ઞાન. માનવીનું લક્ષ્ય ભટકાઇ જવાથી તે ત્રાસી ગયો છે, પરમાત્માનું લક્ષ્યવાળા સુખી છે. અંતે રસપાનનું સમાપન કરતાં શરદ વ્યાસે જણાવ્યું હતું કે, વ્યક્તિનું લક્ષ્ય પરમાત્મામાં પરોવાય તે માટે સ્વર્ગની લાલચ અને નર્કનો ભય બતાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૈરાગ્યથી મન સ્થિર થાય અને ઇશ્વર મળે.